નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

શુક્રવાર, 5 ઑક્ટોબર, 2012

મફત SMS................

3જી હેક કરી હાઈ સ્પીડ ઈન્ટરનેટની મઝા માણો

નમસ્કાર મિત્રો, આપ સૌ મઝામા હશો. મિત્રો આજે જોર શોરથી ૩જી ના ડંકા વાગી રહ્યા છે.પણ આપણે 
બધાને ૩જી ઈન્ટરનેટ મેળવવુ પરવડે તેમ નથી આજે bsnl, idea, airtel, docomo નું ૩જી નેટવર્ક ગુજરાત ના અમુક શહેરોમાં છે આ કંપનીઓ ૩જીના નામે લગભગ ૧૫૦૦રૂપિયા દર મહીને ખંખેરી લે છે.જે આપણને પરવડે તેમ નથી તો ઓછામાં ઓછી કીમતે ૩જી કેમ મેળવી શકાય તેની ટ્રીક ની સાથે હુ હાજર છું. મિત્રો તમારે તમારા કમ્પ્યુટર કે લેપટોપ પર ૩જી ની મઝા લેવા એક ૩જી ડેટાકાર્ડ લેવુ પડશે. ડેટાકાર્ડ 7.2 mbps લેજો. લગભગ ૨૫૦૦ આસપાસની કીંમત છે. અને બધા સીમ લગાવી શકાય તેવુ લેજો. તમારા શહેરમાં જે કંપનીનું ૩જી નેટવર્ક છે તે કંપનીનું ૨જીનું સીમકાર્ડ લેવું પડશે. ( આપને આપના ફોનમાં વાપરીએ છીએ એજ સીમકાર્ડ. ૩જીનું સીમ લેવાની જરૂર નથી.) તેમા પ્લાન પ્રમાણે ૨જીનું જી.પી.આર.એસ નું રીચાર્જ કરાવાનુ રહેશે. Bsnl Rs 98 3 gb 30days Idea Rs 99 2gb 30days Airtel Rs 98 1gb 30 days મિત્રો આ સીમને ૩જી ડેટાકાર્ડમા ભરાવી નેટ કનેક્ટ કરશો ત્યારે જો ૩જી નેટવર્ક હશે તો તમને બ્રોડબેંડ જેવી સ્પીડ મળશે. 2g અને 3g ના સીમ મા ફર્ક શું ? મિત્રો 64kb નુ સીમ આવે તેને 2જી અને 128kb નું સીમ આવે તેને 3જી કહે છે બિજો કોઈ ફર્ક નથી. પાટણમા bsnl idea airtel નુ ૩જી નેટવર્ક છે. 

શુક્રવાર, 28 સપ્ટેમ્બર, 2012

આદિજાતિ ની જાહેરાત

પંજાબ નેશનલ બેંક ની જાહેરાત

ધો.- ૬થી૮માં પ્રા. શિ.ની કુલ ૮૮૦૦ની ભરતી

ધોરણ - ૬ થી ૮માં પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ની ભરતી. 
ગણિત-વિજ્ઞાન ~ ૩૦૦૦, 
ભાષા ~ ૨૩૦૦, 
સામાજીક વિ. ~ ૩૫૦૦. 
તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯:૦૦કલાકથી તા. ૧૦/૧૦/૨૦૧૨ના બપોરે ૩:૦૦કલાક સુધી




http://vidyasahayakgujarat.org

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

'''ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન'''

જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ 
જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત 
મૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫ 
મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારત 
કાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) 
અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી. 
ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ) 
ધર્મ = વેદાંત,હિંદુ 
જીવનસાથી = શિવકામ્મા 
સંતાન = ૫ પુત્રી,૧ પુત્ર 


'''સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા. 

તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો. 

તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. 

== જીવન == 

સર્વપલ્લી રાધાકૃષ્ણન 
સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ ''તિરૂત્તાની'' નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેઓનું બાળપણ ''તિરૂત્તાની'', ''તિરૂવેલુર'' અને ''તિરુપતિ બાલાજી|તિરૂપતિ'' માં વિત્યું હતુ.

શનિવાર, 18 ઑગસ્ટ, 2012

કારકિદીર્ની માર્ગદર્શિકા-૨૦૧૨

શિક્ષણ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો આંબી રહેલું ગુજરાત

રાઈટ ટુ ઇન્ફોર્મેશન ની માહિતી

રવિવાર, 12 ઑગસ્ટ, 2012


હર હર મહાદેવ .......................

 

 

 

 

 




હે શારદે માં......................

સારસ્વત મિત્રો, 

                              સર્વે ને મારા વંદન.
મિત્રો  આપ સર્વેના સહકાર અને મારા પ્રયત્નો થી આબ્લોગની શરૂઆત કરેલી છે.
તો આપ સહુના સાથ સહકારની અપેક્ષા   સહ.........









''મારી નજર પથ્થરને  મીણ કરે છે,
પહાડોને ઉથલાવીને ખીણ કરે છે,
ડરાવેછે ભોળા ખલાસીને સાગર,
મારા હલેસા તો સમંદરને ય
                 ફીણ કરે છે.''--------------------એક લેખક.

વિજ્ઞાન પ્રદર્શન -૨૦૧૨ ની માહિતી

ધોરણ-૮ વિજ્ઞાનની શિક્ષક આવૃત્તિ

સોમવાર, 30 જુલાઈ, 2012

હિંદમાતાને સંબોધન (ધોરણ – ૬, કાવ્ય – ૨)


ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !
 
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !
 
રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !
 
વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !
 
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !
 
ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !

આભમાં ઝીણી ઝબૂકે વીજળી (ધોરણ – ૮, કાવ્ય – ૮)

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
કે ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે
ભીંજાય પાતળિયો અસવાર
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
તમને વા’લી દરબારી ચાકરી રે,
કે અમને વા’લો તમારો જીવ
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે !
આભમાં ઝીણી….

વિજ્ઞાનને લગતા સાધનો


સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન
ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન
એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટે વપરાતું સાધન
ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન
પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન
ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી
કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન
કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન
ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન
થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન
એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામ કરતું સાધન
એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન
પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન
ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
એટમોમીટર : બાષ્પદર માપક સાધન
એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન
એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન
ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન
કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
કોનોમીટર : કાલ માપક સાધન
પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન
કિલનોમીટર : ઢાળ માપક સાધન
કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન
ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન
ગોનિયોમીટર : કોણ માપક સાધન
ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન
ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન
પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન
પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન
પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન
ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન
બેરોમીટર : વાયુભાર માપક સાધન
માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન
રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન
લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન
વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન
સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન
સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન

શનિવાર, 28 જુલાઈ, 2012

મંગળવાર, 24 જુલાઈ, 2012

ધોરણ-૬ થી ૮ નું માસ વાર આયોજન

* તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે ચલાવશો ?



આના માટે તમારે સૌ પ્રથમ તમારા બ્લોગના ડેશબોર્ડ પરથી લે-આઉટ વિભાગમાં જવું પડશે. જ્યાં એડ ગેજેટ પર જી ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નવી વિન્ડો ખુલશે. ત્યાંથી HTML/JAVAScipt ની પસંદગી કરો. પસંદ કરતાં એક નવી વિન્ડો ખુલશે. તેમાં નીચે લાલ રંગ વાળુંલખાણ કોપી કરી પેસ્ટ કરો. જ્યાં ગુજરાતી લખાણ છે તે કાઢી ત્યાં તમારું મનગમતું લખાણ  ટાઈપ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ.


<style type="text/css">
.html-marquee {height:25px;width:1010px;background-color:FFFFCC;font-family:Times;font-size:12pt;color:#ffff11;font-weight:bold;border-width:0;border-style:dashed;border-color:FFFFCC;}
</style>
<marquee class="html-marquee" direction="center" behavior="scroll" scrollamount="5" >
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર  
જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ 
ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.    કોઈ કામ માટે ભીતરનો અવાજ 
ના પાડે તો તે કામ છોડી દેજોઅન્યથા પસ્તાવવાનો વખત આવશે.   </marquee><p style="font-family:arial,sans-serif;font-size:10px;"></p>






<style type="text/css">
.html-marquee {height:25px;width:1010px;background-color:FFFFCC;font-family:Times;font-size:12pt;color:#6e0808;font-weight:bold;border-width:0;border-style:dashed;border-color:#6e0808}
</style>
<marquee class="html-marquee" direction="center" behavior="scroll" scrollamount="5" >
SMS થી ફ્રી માં જાણકારી મેળવવા માટે ON pravindabhani લખી 9870807070 ઉપર sms મોકલો....Thanks for visit.....
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર  
  </marquee><p style="font-family:arial,sans-serif;font-size:10px;"></p>

Remove red text and insert ur new text 

Done ........




મંગળવાર, 17 જુલાઈ, 2012

ગુજરાતી લખતા શીખો

ગુજરાતી શીખો

ગુજરાતી શીખો

ગુજરાતી ભાષામાં લખવા માટે ડાઉનલોડ કરો

TET 2 પરિણામ માટે અહિ ક્લીક કરો

મનગમતી મૂવીઝ,ગીતો ,સોફ્ટવેર,ગેમ, ડાઉનલોડ કરો

" ખીલ "


" ખીલ "

'''ખીલ''' એ ત્વચામાં આવેલી તૈલી ગ્રંથિના કારણે થતો ત્વચાનો એક સામાન્ય રોગ છે. ખાસ કરીને યુવાનીની શરુઆતમાં આ રોગની શરુઆત થાય છે, યુવક અને યુવતીઓમાં આ રોગનું પ્રમાણ એકસરખું જોવા મળે છે. ખાસ કરીને ખીલ ચહેરા પર કપાળ, ગાલ અને નાકના ભાગમાં થાય છે, અને જો રોગની તિવ્રતા વધારે હોય તો.ખીલ ખભા, પીઠ અને હાથ-પગ પર પણ જોવા મળે છે. == ખીલના પ્રકાર == * સફેદ ખીલ (White Comedones) * કાળા ખીલ (Black Comedones) * બાળકોમાં થતા ખીલ (Infanitile Acne) * પરુવાળા ખીલ (Acne putulosa) * મોટા ગંઠાઇ ગયેલા ખીલ.................

'''સોનોગ્રાફી'''


'''સોનોગ્રાફી'''

'''સોનોગ્રાફી''' એટલે ધ્વનિનાં મોજાંઓ દ્વારા શરીરનાં આંતરિક અંગોનું પરીક્ષણ. સોનોગ્રાફી, અલ્ટ્રા-સોનોગ્રાફી અથવા અલ્ટ્રા સાઉન્ડ તરીકે પણ પ્રચલિત છે. આમાં ખાસ મશીન દ્વારા અવાજનાં મોજાં ઉત્પન્ન કરી, માનવશરિઇરમાં મોકલવામાં આવે છે. આ મોજાંઓ શરીરના વિવિધ ભાગો દ્વારા પરાવર્તિત થઇ પાછા મશીનમાં જાય છે, જ્યાં કોમ્પ્યુટર દ્વારા પૃથક્કરણ થઇ ચિત્રોમાં ફેરવવામાં આવે છે અને મશીનના પડદા પર આ ચિત્ર જોવા મળે છે. == ઇતિહાસ == સોનોગ્રાફી અથવા ધ્વનિનાં મોજાંના ગુણધર્મો ઉપર આધારિત મશીનનો સૌપ્રથમ ઉપયોગ બીજા વિશ્વયુદ્ધના સમયમાં પાણીમાં ડૂબેલી સબમરીન શોધવા માટે કરવામાં આવ્યો હતો. તબીબી વિજ્ઞાનમાં સૌપ્રથમ ઉપયોગ પ્રોફેસર ડોનાલ્ડ દ્વારા ઈ. સ. ૧૯૭૨માં કરવામાં આવ્યો હતો. આથી જ પ્રોફેસર ડોનાલ્ડ સોનોગ્રાફીના પિતામહ ગણાય છે.

રવિવાર, 15 જુલાઈ, 2012

બ્‍લોગ અંગેના કેટલાક આપનાં સવાલ જવાબ

નીચેની લિંક પર ક્લિક કરો. તેમાંથી ઘણા બ્‍લોગ અંગેના સવાલના જવાબ ગુજરાતીમાં મળશે.  
http://support.google.com/blogger/bin/answer.py?hl=gu&answer=175250

વિદ્યાર્થીની હક્કીકત જાણવાની પ્રશ્ર્નાવલી.

મતદાર યાદી


મતદાર યાદી 

           તમારી મતદાર  કાર્ડ ખોવાઈ  ગયું છે ? તો ચિંતા કરવાની જરૂર નથી . શોધો તમારી તમામ વિગતો તમારા મોબાઈલમાં ...........

Elector search ? Please Click here............

શનિવાર, 14 જુલાઈ, 2012

તમારા બ્લોગનું શીર્ષક આકર્ષક બનાવો.

સૌ પ્રથમ નીચેની લિંક પર કરી ત્યાં તમારા બ્લોગનું શીર્ષક લખો.
http://cooltext.com/
http://cooltext.com/Render-Image?RenderID=684801660
ત્યાર બાદ તેને જેપીઈજીમાં સેવ કરવા માટે જેપીઈજી પસંદ કરો.  Render Logo પર ક્લિક કરો. નવું પેઈજ ખુલશે. તેમાં Download Image પર ક્લિક કરી ડાઉનલોડ કરી સેવ કરો.

હવે તમારા બ્લોગમાં ડેશબોર્ડ પર જઈ ડિજાઈન પર જાઓ.નેવીબારની નીચે શીર્ષક પર તમે ડાઉનલોડ કરેલી ઈમેજ સેટ કરો. 

મંગળવાર, 10 જુલાઈ, 2012

"સુવાક્યો"


  1. :~> મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે             કેળવણી.
  2. :~> મારુ જીવન એજ મારો સંદેશ છે.
  3. :~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
  4. :~> શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
  5. :~> વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
  6. :~> કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
  7. :~> નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
  8. :~> શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
  9. :~> શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
  10. :~> શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
  11. :~> કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.
  12. :~> શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે.
  13. :~> બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
  14. :~> બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
  15. :~> સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
  16. :~> હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
  17. :~> શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
  18. :~> તમે ન બોલો તમારા કામને બોલવા દો.
  19. :~> જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
  20. :~> ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
  21. :~> પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
  22. :~> બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
  23. :~> બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
  24. :~> દરેક બાળક એક કલાકાર છે.
  25. :~> વિચાર કરતાં જ્ઞાન સારુ.
  26. :~> બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી,
  27. :~> વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.
  28. :~> તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.
  29. :~> તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.
  30. :~> જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
  31. :~> મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,
  32. :~> જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.
  33. :~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
  34. :~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
  35. :~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
  36. :~> સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.
  37. :~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
  38. :~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.
  39. :~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
  40. :~> આજની મહેનત આવતી કાલનું પરીણામ.
  41. :~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
  42. :~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.
  43. :~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
  44. :~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
  45. :~> સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.
  46. :~> આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.
  47. :~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.
  48. :~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
  49. :~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
  50. :~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
  51. :~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
  52. :~> કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
  53. :~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
  54. :~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
  55. :~> ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.
  56. :~> જીવન સંઘર્ષનું બીજું નામ છે.
  57. :~> જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.
  58. :~> જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.
  59. :~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
  60. :~> વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
  61. :~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
  62. :~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
  63. :~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.
  64. :~> જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
  65. :~> એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.
  66. :~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.
  67. :~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
  68. :~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
  69. :~> સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.
  70. :~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
  71. :~> જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
  72. :~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
  73. :~> ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
  74. :~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
  75. :~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
  76. :~> સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
  77. :~> બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.
  78. :~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
  79. :~> જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
  80. :~> મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.
  81. :~> દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.
  82. :~> એક આંગણું આપો, આખું આભ નહિ માગું.
  83. :~> અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
  84. :~> મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.
  85. :~> સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે.
  86. :~> પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
  87. :~> આજના વિચારો આવતી કાલે બોલો.
  88. :~> તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.
  89. :~> સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.
  90. :~> સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.
  91. :~> હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.
  92. :~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
  93. :~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
  94. :~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
  95. :~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
  96. :~> બાળકો પ્રભુના પયગંબરો છે.
  97. :~> બાળકો રાષ્ટ્રનું સુકાન છે.
  98. :~> શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.
  99. :~> ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
  100. :~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
  101.  :~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
  102. :~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
  103. :~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
  104. :~> બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.
  105. :~> જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.
  106. :~> ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.
  107. :~> સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે.
  108. :~> જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.
  109. :~> લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.

~> Government Jobs in Gujarat, Rojgar Samachar

* સ્ત્રી વિદ્યાસહાયકોની પ્રસૃતિરજા અંગેનો પરિપત્ર


અહિ ક્લિક કરો
અને ડાઉનલોડ કરો

~> IME (INDIC) કોઇપણ ભાષા ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

• ગુજરાતના અભયારણ્યો •


• ગુજરાતના અભયારણ્યો •



ગુજરાત રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓ